શ્રી દંઢાવ બ્રહ્મભટ્ટ મંડળ સંસ્થા વિષે
શ્રી દંઢાવ બ્રહ્મભટ્ટ મંડળ
શ્રી દંઢાવ બ્રહ્મભટ્ટ મંડળ સંસ્થામાં આપનું સ્વાગત છે! સંસ્થા બ્રહ્મભટ્ટ સમાજથી છે અને હંમેશા વિદ્યાર્થીઓના વિકાસ અને સફળતા માટે કટિબદ્ધ છીએ. અમારી સંસ્થા મજબૂત મૂલ્યો જેમ કે સહકાર, શિસ્ત અને શિક્ષણ પાર આધારિત છે. અમારી દૂરદર્શિતા એ છે કે અમે આપણા સમાજની યુવાપેઢી ઉત્તમ તકો પ્રાપ્ત કરે એ માટે એમને જરૂરી માર્ગદર્શન અને પ્રેરણા તેમજ જરૂરી સાધનો પુરા પાડીએ ખાસ કરીને તેમને પ્રતિષ્ઠિત સરકારી આધિકારી બનવા માટે પ્રોત્સાહિત કરીએ. તો આઓ ચાલો આપડે બધા મળીને એક પ્રેરણાદાયક, સહાયક અને સશક્ત વાતાવરણ બનાવીએ જ્યાં દરેક વિદ્યાર્થી મોટા સપના જોઈ શકે અને સફળતા પ્રાપ્ત કરી શકે.
શ્રી દંઢાવ બ્રહ્મભટ્ટ મંડળ સંસ્થા સમાજના વિકાસ માટે છાત્રાલયો, ભોજનાલય અને જરૂરી સુવિધાઓ ઉભી કરેલી છે, જેથી વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ નિવાસ અને અભ્યાસનું વાતાવરણ મળી શકે. સંસ્થા નિયમિત રીતે GPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વિનામૂલ્યે વિવિધ વર્ગોનું આયોજન કરતી રહી છે, જેથી યુવાપેઢી ને સરકારી નોકરી માટે સક્ષમ બનાવી શકાય. તે ઉપરાંત, બ્રહ્મભટ્ટ સમાજની દીકરીઓ માટે અમદાવાદમાં રહીને ભણવા માટે સુરક્ષિત અને સુવિધાસભર પેઈંગ ગેસ્ટ (PG) સુવિધા પણ ચલાવવામાં આવે છે. તમે લાંબા સમયથી જોડાયેલા હોવ કે નવા જોડાયા હોવ, સંસ્થા તમારું હર્ધિક સ્વાગત કરે છે. આ સંસ્થા માસિક અંક "બ્રહ્મભટ્ટ એકતા" પણ બહાર પાડે છે તો સંસ્થાના આજીવન સભ્ય બની સંસ્થાના કાર્યોમાં સહભાગી બની શકો છો. હાલ સંસ્થાનું આ વેબ પેજ નિર્માણાધીન છે તો ધીરે ધીરે બધી જ માહિતી આ વેબ પેજ ઉપર સમાવી લેવામાં આવશે. તો બધાને વિનંતી છે કે સમયાંતરે આ વેબ પેજની મુલાકાત લેતા રહેજો.
📜 સંસ્થા સાથે સંકળાયેલા દરેક વ્યક્તિ એ ધ્યાનમાં રાખવા જેવી બાબતો
- ૧. દરેક સભ્યે અન્ય સભ્યો, વિદ્યાર્થીઓ અને સંસ્થાના સ્ટાફ સાથે સન્માનપૂર્ણ વર્તન રાખવું.
- ૨. સંસ્થાના ઉદ્દેશો અને પ્રવૃત્તિઓમાં સક્રિય સહભાગી થવું.
- ૩. વ્યક્તિગત લાભ કરતા સમાજના હિતને પ્રાથમિકતા આપવી.
- ૪. તમામ કાર્યોમાં ઈમાનદારી રાખવી.
- ૫ આર્થિક અને વ્યવહારિક બાબતોમાં પારદર્શિતા જાળવવી.
- ૬. મીટિંગ, કાર્યક્રમો અને જવાબદારીઓમાં સમયનું પાલન કરવું.
- ૭ સંસ્થાના તમામ નિયમો અને નિર્ણયોને માનવું અને અનુસરવું.
- ૮. સંસ્થાનો ઉપયોગ કોઈપણ રાજકીય અથવા વ્યક્તિગત લાભ માટે ન કરવો.
- ૯. સંસ્થાની મિલકત અને સુવિધાઓનું સાચવણીપૂર્વક ઉપયોગ કરવો.
- ૧૦. વિવાદો શાંતિપૂર્ણ રીતે ઉકેલવા પ્રયત્ન કરવો.
- ૧૧. સંસ્થાની આંતરિક માહિતી બહાર શેર ન કરવી.
- ૧૨. નિયમોનો ભંગ થાય તો સંસ્થા દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.